Botad lattha kand : પોલીસની હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયા બાદ થઇ કાર્યવાહી, બરવાળાની મહિલા ASI આસમીનબાનુની બદલી

|

Jul 26, 2022 | 12:53 PM

બોટાદના (Botad) બરવાળા ઝેરી દારૂ કાંડમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વધુ પાંચના મોત સાથે અત્યાર સુધી મોતનો આંક 29 પર પહોંચી ગયો છે. વેજળકા ગામમાં વધુ બે જ્યારે પોલારપુર ગામમાં વધુ એકનું મોત થયું છે. જ્યારે ભાવનગરમાં 41 લોકો સારવાર હેઠળ છે.

બોટાદ લઠ્ઠાકાંડની (Botad lattha kand )ઘટના વચ્ચે વાયરલ થયેલા પોલીસની (Botad Police) હપ્તાખોરીનો ઓડિયોને લઇને બરવાળાની મહિલા ASI સામે એક્શન લેવામાં આવી છે. બરવાળાની મહિલા ASI આસમીનબાનુની બદલી કરવામાં આવી છે. ASI આસમીનબાનુ સામે ACBમાં ફરિયાદ દાખલ થઇ હતી. જે પછી દારૂ મામલે ઓડિયો વાયરલ થતાં તેની બદલી કરાઇ છે અને તેને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર મુકાયા છે.

ASI આસમીનબાનુ ઝડકીલાની બદલી

બોટાદમાં (Botad) કથિત લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની (Botad Police) હપ્તાખોરીનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો હતો. જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના ASI આસમીનબાનુ ઝડકીલા બોલતા જોવા મળ્યા. જેમાં દારૂકાંડમાં હપ્તાનું સેટિંગ કરતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. બરવાળાના (Barwala) જાગૃત નાગરિક લક્ધીરસિંહ ઝાલાએ ASI આસમીનબાનુ લેખિતમાં ફરિયાદ કરી હતી. જે પછી તેના સામે એક્શન લેવામાં આવી છે. પોલીસની હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયા બાદ બરવાળાની મહિલા ASI આસમીનબાનુની બદલી થઇ છે. મહિલા ASI આસમીનબાનુને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર મુકાયા છે.

મહત્વનું છે કે બોટાદના બરવાળા ઝેરી દારૂ કાંડમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વધુ પાંચના મોત સાથે અત્યાર સુધી મોતનો આંક 29 પર પહોંચી ગયો છે. વેજળકા ગામમાં વધુ બે જ્યારે પોલારપુર ગામમાં વધુ એકનું મોત થયું છે. જ્યારે ભાવનગરમાં 41 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 5 વ્યક્તિના હાલત ખૂબ ગંભીર છે અને અદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 લોકો દાખલ છે..તો અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ પણ કેસ સામે આવી રહ્યા છે.. સવારના 8 કલાકથી અત્યાર સુધી 36 નવા કેસ સામે આવી રહ્યા છે. આ તમામ લોકોને 108 મારફતે બરવાળા, ધંધુકા અને ભાવનગરની હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યા છે. તો ATS અને SITની તપાસમાં ખુલાસો થયો છે કે દારૂ બનાવવા માટે મિથેનોલ નામના કેમિકલનો ઉપયોગ થયો હતો. આ કેમિકલ અમદાવાદના પીપળજ વિસ્તારમાં આવેલી કંપનીમાંથી ચોરવામાં આવ્યું હતું. જયેશ નામના શખ્સે કેમિકલ ચોરીને તેમાંથી નશાકારક પદાર્થ બનાવ્યો હતો.

Next Video