Ahmedabad: 2.32 લાખના ઝડપાયેલા MD ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ, ફૈઝુબાવા મુંબઇથી લાવતો હતો ડ્રગ્સ!

| Edited By: | Updated on: Dec 19, 2021 | 6:34 AM

Ahmedabad: અગાઉ કારંજ જીપીઓ રોડ પરથી ક્રાઈમબ્રાંચે અલ્તાફ નામના આરોપીની ધરપકડ કરી છે. તો આ કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એકની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદમાં (Ahmedabad) કારંજ જીપીઓ રોડ પરથી 2.32 લાખનું ડ્રગ્સ ઝડપાવા મામલે ક્રાઈમબ્રાંચે (Crime Branch) વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોનું માનીએ તો, ક્રાઈમબ્રાંચે ફૈઝુબાવા નામના આરોપીને ઝડપી લીધો છે. ફૈઝુબાવા અને અન્ય ત્રણ શખ્સો મુંબઇથી ડ્રગ્સ લાવતા હોવાની ચર્ચા છે. આ કેસમાં અકલાક બાવા નામના આરોપીનું નામ પણ ખુલ્યું છે. અકલાક અને ફૈઝુબાવા ડ્રગ્સકાંડના સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે.

અગાઉ કારંજ જીપીઓ રોડ પરથી ક્રાઈમબ્રાંચે અલ્તાફ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહમદ અલ્તાફ શેખ દરિયાપુરના તોસિફ શેખ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે. અગાઉ આરોપી બુટ ચંપલનો ધંધો કરતો હતો. પરંતુ છેલ્લાં છ મહિનાથી ધંધો બંધ થઇ જતા તે ડ્રગ્સ વેચવાના રવાડે ચઢ્યો હતો. ગ્રાહકોને કારંજ અને આશ્રમ રોડ ખાતે બોલાવીને છૂટક ડ્રગ્સ વેચતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે 14 ડિસેમ્બરના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કારંજ જીપીઓ રોડ પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મોહમદ અલ્તાફ શેખ પાસેથી રૂ.2.32 લાખની કિંમતનું 23.40 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આરોપીએ ગ્રાહકોને કારંજ અને આશ્રમ રોડ ખાતે બોલાવીને છૂટક ડ્રગ્સ વેચતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 19 ડિસેમ્બર: વ્યવસાયમાં કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત તમારા કાર્યોને આયોજિત રીતે પૂર્ણ કરો

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 19 ડિસેમ્બર: સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સજાગ રહેવું જરૂરી , મહિલા વર્ગ માટે સમય સાનુકૂળ