રાજકોટ પોલીસનો વધુ એક તોડકાંડ! પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચ માગતો VIDEO VIRAL

|

May 27, 2022 | 5:26 PM

સામાન્ય રીતે 10 દીવસમાં વેરીફીકેશન ( Passport verification) થઈ જતુ હોય છે. પરંતુ વધારે સમય થતાં તેમણે પુછપરછ કરતા લાંચ માંગવામાં આવી હતી. 20 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

રાજકોટ (Rajkot Latest News) કમિશ્નર પોલીસ કચેરીમાં આવેલ પાસપોર્ટ વિભાગમાં ગેરરીતી અને પાસપોર્ટ વેરીફીકેશન માટે રૂપિયા માંગતા હોવાનો વિડિયો વાયરલ થયો છે. દિવ્ય ભાસ્કર અખબારના સ્ટીંગ ઓપરેશન દરમિયાન આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. લાંચ લેવા માટે પોલીસકર્મીએ (Rajkot Police) 51 દીવસ દરમિયાન સુધી પાસપોર્ટ વેરીફીકેશન અટકાવી રાખ્યું હતું તેમજ વેરીફીકેશન માટે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી તેવું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ટીવી 9 દ્વારા અરજદાર સાથે વાત કરવામાં આવી હતી.

ટુર ઓપરેટર સંદીપ રાણપરા દ્વારા આ વિડિયો લેવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે 10 દીવસમાં વેરીફીકેશન થઈ જતુ હોય છે. પરંતુ વધારે સમય થતાં તેમણે પુછપરછ કરતા લાંચ માંગવામાં આવી હતી. 20 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ સમગ્ર તોડકાંડના કારણે તેમને ટુર પેકેજ પણ કેન્સલ કરવું પડ્યુ હતુ અને તેમને નુક્સાન પણ સહન કરવું પડ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉના પણ તોડકાંડના વિવાદોના કારણે રાજકોટ પોલીસની છબી ખરડાયેલી છે ત્યારે આ પ્રકારનું લાંછન લાગવું એ ખૂબ ગંભીર બાબત છે. જેને ધ્યાને લઈને ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે. રાજકોટમાં હાલમાં જ નવા પોલીસ કમિશ્નરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે કડક છાપ ધરાવતા પોલીસ કમિશ્નરની નિમણુકથી પોલીસની કામગીરીમાં કેટલે અંશે સુધાર આવે છે અને છબી સુધારવાના પ્રયાસો સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

Next Video