ખાખી-બુટલેગર ભાઇ-ભાઇ ! કુખ્યાત બુટલેગરોએ PSI ગોસ્વામી પર ઉડાવ્યા રૂપિયા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 26, 2023 | 12:08 AM

નવસારીમાં કાયદાના રક્ષક અને કાયદાના ભક્ષક વચ્ચે ગાઢ મિત્રતા હોય તેવો ઘાટ સર્જાયો છે. કુખ્યાત બુટલેગર લાલો પટેલ અને દિપકે, PSI ગોસ્વામી પર મન મુકીને રૂપિયાનો વરસાદ કર્યો.

નવસારીમાં ખાખી અને બુટલેગરની મિત્રતાનો વધુ એક દાખલો સામે આવ્યો છે. કુખ્યાત બુટલેગરોએ PSI ગોસ્વામી પર રૂપિયા ઉડાડ્યા હોવાની ઘટના બની છે. મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં એક મંચ પર પોલીસ-બુટલેગર જોવા મળ્યા હતા. બુટલેગર લાલો પટેલ અને દિપકે PSI ગોસ્વામી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો : Navsari Video: ચીખલીના રાનકુવા ગામે કારચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, CCTVમાં કેદ થયા દ્રશ્યો

પોલીસ-બુટલેગરની મિત્રતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખાખી-બુટલેગરની જુગલબંધી નવસારી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. PSI ગોસ્વામી સુરત ખાતે ફરજ બજાવે છે પરંતુ ખાખી વરદીમાં નવસારી આ ડાયરામા લ્હાવો લેવા પહોંચ્યા હતા. જ્યાં આ સમગ્ર ભાઈબંધીનો કિસ્સો સામે આવ્યો હતો. જોકે આ બાબતે હવે પોલીસના ઉચ્ચા અધિકારીઓ કઈ દિશામાં તપાસ કરશે જે જોવું રહયું.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 26, 2023 12:08 AM