સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદા રાજકારણનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં જ ડૉ. કલાધર આર્યની પર્ફોર્મિંગ આર્ટસ વિદ્યાશાખામાં થયેલી નિમણૂકને ઇન્ચાર્જ કુલપતિએ ગેરકાયદે ઠેરવી તેમને સભ્ય પદેથી હટાવવા નિર્ણય કર્યો હતો. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. ડૉ. કલાધર આર્યને જે અરજીના આધારે તમામ પદ પરથી હટાવ્યા તે અરજી કરનાર કોઈ વ્યક્તિ જ નહીં હોવાનું સામે આવ્યું છે. ડૉ. કલાધર આર્યએ જામજોધપુરના આંબરડીમાં જઈને રૂબરૂ તપાસ કરતા આ નામની કોઈ વ્યક્તિ જ નહીં હોવાનું ખુલ્યું હતુ.
જો ખરેખર આ નામની કોઈ વ્યક્તિ જ નથી તો આ અરજી કોણે કરી કે કરાવી તે સૌથી મોટો સવાલ છે. મહત્વનું છે કે જામજોધપુરના આંબરડીના નંદાભાઈ કડમૂલે 28 ડિસેમ્બરે કુલપતિને રજૂઆત કરી કે પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના બોર્ડના સભ્ય તરીકે ડૉ. આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે. જેથી ડૉ. કલાધર આર્યની નિમણૂકને વર્તમાન કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ ગેરકાયદે ઠેરવી તેમને તમામ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારે વધુ એક વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ ફસાઈ છે.
Published On - 11:03 am, Mon, 13 February 23