Kachchh Video : દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ અટકતા ખેડૂતોમાં રોષ, ભાજપ કાર્યાલય ખાતે ધરણા યોજી નોંધાવ્યો વિરોધ

| Edited By: | Updated on: Oct 23, 2023 | 10:52 PM

દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ સતત ત્રીજી વખત અટકતા ભારતીય કિસાન સંઘે પણ વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોએ ભુજના ભાજપના ધારાસભ્યના ઘરે જઈ પણ રજૂઆત કરી હતી. ખેડૂતોએ કામ ઝડપી શરૂ કરવા માગ કરી હતી. જો માગ ન સ્વીકારાય તો ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી હતી. વારંવાર અટકી જતા કેનાલને કામને લઈને ખેડૂતો રોષે ભરાયા છે.

Kachchh : કચ્છના દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ અટકી જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. લોડાઇ ગામ અને આસપાસના ખેડૂતો રોષે ભરાતા ભાજપ કાર્યાલય ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. સતત ત્રીજી વખત કેનાલનું કામ અટકતા ભારતીય કિસાન સંઘે પણ વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો Kachchh : માતાના મઢે રાજવી પરિવાર દ્વારા 450 વર્ષ જૂની પરંપરાગત પતરી વિધિ યોજાઈ, જુઓ Video

આ ઉપરાંત ખેડૂતોએ ભુજના ભાજપના ધારાસભ્યના ઘરે જઈ પણ રજૂઆત કરી હતી. ખેડૂતોએ કામ ઝડપી શરૂ કરવા માગ કરી હતી. જો માગ ન સ્વીકારાય તો ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી હતી. વારંવાર અટકી જતા કેનાલને કામને લઈને ખેડૂતો રોષે ભરાયા છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો