Anand : રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રીના પુત્ર રોહન રૈયાણી સહીત ચાર જણા પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપાયા

|

Jul 28, 2022 | 1:07 PM

આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ ( SOG) પોલીસને બાતમી મળી હતી કે, ચાર જેટલા શખ્સો એમડી ડ્રગ્સ સાથે સોજીત્રા આવી રહ્યાં છે. બાતમીના આધારે એસઓજી પોલીસે, નાકાબંધી હાથ ધરી હતી. તે દરમિયાન આ ચારેય આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે.

આણંદના (Anand) સોજીત્રામાંથી એસઓજી પોલીસે પાર્ટી ડ્રગ્સ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ભાજપના નેતાનો પુત્ર પણ સામેલ છે. પાર્ટી ડ્રગ્સ સાથે ભાજપના નેતાનો પુત્ર ઝડપાયો હોવાના સમાચાર વહેતા થતા, રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ ( SOG) પોલીસે આજે સોજીત્રામાંથી રાજકોટ તાલુકા ભાજપના મંત્રી સુરેશ રૈયાણી (Suresh Raiyani)ના પુત્ર રોહન રૈયાણી અને અન્ય ત્રણ જણાને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા ચારેય આરોપીઓ પાસેથી પોલીસે 19.680 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે.

આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ ( SOG) પોલીસને બાતમી મળી હતી કે, ચાર જેટલા શખ્સો એમડી ડ્રગ્સ સાથે સોજીત્રા આવી રહ્યાં છે. બાતમીના આધારે એસઓજી પોલીસે, નાકાબંધી હાથ ધરી હતી. તે દરમિયાન આ ચારેય આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે. એસઓજી પોલીસે, સોજીત્રા પોલીસ મથકે, રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી સુરેશ રૈયાણીના પુત્ર રોહન રૈયાણી સહીત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(With impute Dharmendra Kapasi, Anand)

Published On - 11:50 am, Thu, 28 July 22

Next Video