આણંદમાં લોક ડાયરા દરમિયાન પાટીદાર આગેવાન ગગજી સુતરિયાનું વિવાદિત નિવેદન થયું વાયરલ, સાંભળો દીકરીઓ વિશે શું કહ્યું
આણંદમાં લોક ડાયરા દરમિયાન પાટીદાર આગેવાનનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયાનું વિવાદિત નિવેદન જેમાં તેમણે કહ્યું હતું કે, "યહૂદી સમાજ પાસેથી સમગ્ર ભારતે શીખવા જેવું છે. સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ" આ નિવેદના હાલમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
બહેન-દીકરીઓ માટે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ એક પાટીદાર નેતાએ દીકરીઓ અસલામત હોય તે પ્રકારનું નિવેદન આપતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. 31 ઓક્ટોબર સરદાર જયંતિના પ્રસંગે સરદાર ધામના ઉપક્રમે પાટીદાર સમાજનો એક કાર્યક્રમ યોજાયો. ‘એક શામ સરદાર કે નામ’ કાર્યક્રમમાં સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયાએ વિવાદિત નિવેદન આપ્યું.
આ પણ વાંચો : આણંદના ધર્મજ ગામમાં નથી જોવા મળતા રખડતા ઢોર, પશુઓને રખડતા મૂકે તો ભરવો પડે છે દંડ
તેમણે કહ્યું કે યહૂદી સમાજ પાસેથી ફક્ત પાટીદાર સમાજે જ નહીં પણ સમગ્ર ભારતે શીખવા જેવું છે. પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમર પર લાયસન્સવાળી રિવોલ્વર લટકતી હોવી જોઈએ. સ્વરક્ષણ માટે સરદાર ધામમાં દીકરીઓને લાઠીદાવ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં તેમણે યહૂદીઓની સરખામણી હિન્દુઓ સાથે કરતાં કહ્યું કે- યહૂદીઓ અને આપણા DNA મળતા આવે છે.
