Anand Breaking : આંબેડકર બોયઝ હોસ્ટેલમાં ABVPની સરપ્રાઈઝ વિઝિટ, એક્સપાયરી ડેટવાળું દૂધ અને સડેલાં શાકભાજી મળતાં હોબાળો

| Updated on: Sep 22, 2026 | 9:48 AM

આણંદ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ABVPની ઓચિંતી તપાસ દરમિયાન મેસમાંથી એક્સપાયરી દૂધ અને સડેલા શાકભાજી મળી આવતાં વોર્ડને પોતાની ભૂલ સ્વીકારી હતી.

આણંદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તા મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. ભોજનાલયમાં ગેરરીતિની ફરિયાદો મળતાં ABVP ની ટીમે હોસ્ટેલની મેસમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસોડામાંથી એક્સપાયરી ડેટવાળું દૂધ તેમજ સડેલા બટાકા, ટામેટા અને કોબી સહિતની બિનઆરોગ્યપ્રદ શાકભાજી મળી આવી હતી.

સમગ્ર પરિસરમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ નજરે પડ્યો હતો. મામલો સામે આવતાં હોસ્ટેલના વોર્ડને જાહેરમાં પોતાની બેદરકારી અને ભૂલ સ્વીકારી લીધી હતી.

ગુજરાત સહિત રાજ્ય બહારથી સેંકડો કિલોમીટર દૂર આવી અભ્યાસ કરતા સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી વસૂલ્યા છતાં આવું અખાદ્ય ભોજન પીરસવામાં આવતાં ભારે રોષ ફેલાયો છે. મોંઘી ફી ઉઘરાવતા સંચાલકો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે.

Rajkot Breaking : રાજકોટ સમરસ હોસ્ટેલમાં રિયાલિટી ચેક, કાચી રોટલી અને રોજ બટેટાનું શાક, ભોજનની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો

Published on: Sep 22, 2026 09:47 AM
Follow Us
Loading...
Unable to load recommendations.