Watch : આણંદમાં હની ટ્રેપમાં ફસાયેલા કલેકટર ડી એસ ગઢવીનું નિવેદન લેવામાં આવ્યુ, તપાસમાં અનેક સ્ફોટક ખુલાસાઓ થયા, જૂઓ Video

|

Aug 24, 2023 | 9:58 AM

કોર્ટ દ્વારા આરોપી ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ અને ખાનગી વહીવટદાર હરીશ ચાવડા સામે કલમનો ઉમેરો કરાયો છે. અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા, પુરાવાઓનો નાશ કરવો અને સેક્શન ઇમોરલ ટ્રાફિક એકટ મુજબ કોર્ટે આરોપીઓ સામે કલમ ઉમેરી છે.

Anand : આણંદ કલેક્ટર હનીટ્રેપ (Collector Honeytrap) કાંડમાં આરોપી અધિકારીઓ સસ્પેન્ડ (suspend) કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી તત્કાલીન ADM કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી. પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ કેસમાં પોલીસ દ્વારા વધુ ત્રણ નવી કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપી ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ અને ખાનગી વહીવટદાર હરીશ ચાવડા સામે કલમનો ઉમેરો કરાયો છે. અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા, પુરાવાઓનો નાશ કરવો અને સેક્શન ઇમોરલ ટ્રાફિક એકટ મુજબ કોર્ટે આરોપીઓ સામે કલમ ઉમેરી છે. આરોપી જે ડી પટેલે ખાનગી વહીવટદારને આપેલ લેપટોપ અને રૂપિયા ગણવાનું મશીન આણંદ LCBએ જપ્ત કર્યું હતું. સાથે તત્કાલીન કલેક્ટર ડી એસ ગઢવીનું (Collector DS Gadhvi) LCBએ નિવેદન લીધું હતું.

આ પણ વાંચો-Gandhinagar Video : વરસાદ ખેંચાવા મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યુ નિવેદન, કહ્યુ-પાણીની કોઈ સમસ્યા નહીં, સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે

બીજી તરફ નાયબ મામલતદાર જે.ડી. પટેલને લઇને તપાસમાં અનેક સ્ફોટક ખુલાસાઓ થઇ રહ્યા છે. જે.ડી. પટેલે NRIને તેમની પચાવી પાડેલી જમીન પાછી અપાવવા 1 કરોડ માગ્યા હોવાનો આક્ષેપ થયો છે. કરમસદની 18 ગુંઠા જમીન NRIની ગેરહાજરીમાં પાંચ શખ્સોએ પડાવી લીધી હતી. જે માટે NRI 3 વર્ષથી કલેક્ટર કચેરીમાં ધક્કા ખાઇ રહ્યા હતા. આખરે તેઓ જે.ડી. પટેલ પાસે ગયા ત્યારે તેની સાથેના વ્યક્તિએ 1 કરોડની માગણી કરી હોવાનો આક્ષેપ NRIએ કર્યો.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video