Anand : સોજિત્રાના કાસોરમાં કોરોના નિયમોમાં ભંગ બદલ કાર્યવાહી, સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ

|

Jan 22, 2022 | 8:30 PM

આણંદના કાસોર ગામના સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 100 લોકોના ટોળા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે

ગુજરાતમાં કોરોનાના(Corona)  કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કોરોના સંક્રમણ અટકાવવવા માટે સરકાર અને વહીવટીતંત્ર કોરોના ગાઈડલાઇનના(Corona Guidelines)  પાલન કરવા માટે લોકોને અપીલ કરી રહી છે. જો કે તેવા સમયે આણંદમાં(Anand)  ડેપ્યુટી સરપંચની ચૂંટણી બાદ વિજય સરઘસમાં નિયમોના લીરેલીરા ઉડયા હતા. આઅ ઘટના સોજિત્રાના કાસોર ગામની હતી. જ્યાં ડેપ્યુટી સરપંચે વિજય થયા બાદ રેલી યોજી હતી. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. અને ડી.જેના તાલે નાચ્યા હતા.એટલું જ નહિં ન તો સોશિયલ ડિસ્ટન્સ હતું અને કોઇએ માસ્ક પહેર્યા ન હતા. જો કે આ મુદ્દે કાસોર ગામના સરપંચ ના પતિ અને ડેપ્યુટી સરપંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં આ ફરિયાદ 100 લોકોના ટોળા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.. સરકાર નવા-નવા પ્રતિબંધો મુકી રહી છે.

આ પણ વાંચો : દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો, માછીમારોને દરિયો ના ખેડવા સૂચન

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી

Next Video