Gujarati Video : સુરત નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે બાળકનું કરુણ મોત

Gujarati Video : સુરત નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે બાળકનું કરુણ મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 2:46 PM

સુરત નેશનલ હાઇવ પર પીપોદરા નજીક અકસ્માતની ગોઝારી ઘટનામાં માસૂમનું કરૂણ મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર દંપતિ અને બાળક રોડ પર પટકાયા હતા.

Surat : રાજ્યમાં સતત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરત નેશનલ હાઇવ પર પીપોદરા નજીક અકસ્માતની ગોઝારી ઘટનામાં માસૂમનું કરૂણ મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર દંપતિ અને બાળક રોડ પર પટકાયા હતા. હાઇવે પર આવી રહેલા અન્ય વાહને બાળકને કચડી નાખતા તેનું મોત થયું છે.  ઘટનાની જાણ થતા તાત્કાલિક કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગત રાત્રે પરિવાર એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ કરૂણ ઘટના બની હતી.

આ પણ વાંચો : Surat: હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી 10 વર્ષ બાદ છતીસગઢથી ઝડપાયો, આરોપીને પાડવા 20 હજારનું ઇનામ કરાયું હતું જાહેર

તો બીજી તરફ સાબરકાંઠાના ધનસુરા હિંમતનગર સ્ટેટ હાઈવે પર જોરદાર અકસ્માત સર્જાયો છે. કારમાં લગાવેલા CCTVમાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી. કાર ચાલક અન્ય કારને ઓવરટેક કરતાં સામેથી આવતો બાઈક ચાલક કાર સાથે ટકરાયો હતો. બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 01, 2023 01:05 PM
g clip-path="url(#clip0_868_265)">