ચાના ચક્કરમાં નોકરીમાંથી સસ્પેન્ડ, AMTSના કંડક્ટરે ફરજ દરમિયાન બસ ઊભી રાખી પીધી હતી ચા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 18, 2023 | 1:51 PM

અમદાવાદમાં ચાલતી AMTSની બસ સેવા મુસાફરોને સમયસર તેમના સ્થળ પર પહોંચવા માટે છે. જો કે એક AMTSના કંડક્ટર વગર કોઇ કારણે માત્ર ચાની ચુસ્કીનો સ્વાદ માણવા મુસાફરોને હેરાન કરતા જોવા મળ્યા છે. બસમાં બેસેલા મુસાફરોને ઉતારીને AMTS કંડકટર પાસેની કોઇ કિટલી પર ચા પીતા જોવા મળ્યા છે.

અમદાવાદમાં AMTSના કંડક્ટરની ચાલુ ફરજ દરમિયાન બેદરકારી સામે આવી છે. નિકોલમાં મુસાફરોને બસમાંથી કંડક્ટરે ઉતારીને ચાની ચુસ્કી માણ્યાનો દાવો થઇ રહ્યો છે. મુસાફરોને ઉતારીને કંડક્ટર ચા પીવા ગયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કંડકટરના આ વર્તનથી મુસાફરોને હાલાકી પડવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

આ પણ વાંચો- રાજકોટ : જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારના શ્વાનો બન્યા હિંસક, બાળકી પર 7-8 શ્વાને કર્યો હુમલો, જુઓ વીડિયો

અમદાવાદમાં ચાલતી AMTSની બસ સેવા મુસાફરોને સમયસર તેમના સ્થળ પર પહોંચવા માટે છે. જો કે એક AMTSના કંડક્ટર વગર કોઇ કારણે માત્ર ચાની ચુસ્કીનો સ્વાદ માણવા મુસાફરોને હેરાન કરતા જોવા મળ્યા છે. બસમાં બેસેલા મુસાફરોને ઉતારીને AMTS કંડકટર પાસેની કોઇ કિટલી પર ચા પીતા જોવા મળ્યા છે. 39/3 નંબરની આ બસ ભક્તિ સર્કલથી બુટભવાનીના રૂટ પરથી જઈ રહી હતી તે દરમિયાનની આ ઘટના સામે આવી છે. કંડકટરની બેદરકારીનો આ વીડિયો કોઇ મુસાફરે ઉતારીને વાયરલ કર્યાનું અનુમાન છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 18, 2023 01:18 PM