અમરેલી (Amreli)ના સાવર કુંડલામાં બે મહિલાઓ પર એસિડ એટેક(Acid attack) થયો છે. અજાણ્યા બાઈક સવારો દ્વારા બે રાહદારી મહિલાઓ પર એસીડ એટેક કરાતા ચકચાર મચી છે. આ બંને મહિલા સગર્ભા(Pregnent women) છે. જો કે આ બંને મહિલાઓ પર એસિડ ફેંકનાર વ્યક્તિ કોણ હતા, તેમજ એસીડ એટેક શા માટે કરવામાં આવ્યો તેને લઈને ભારે તર્ક વિતર્ક શરુ થયા છે.
અમરેલી જીલ્લાના સાવર કુંડલામા સગર્ભા મહિલા સહિત બે મહિલાઓ જાહેર માર્ગ પર જઈ રહીં હતી, ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકો તેના પર એસીડ ફેંકી ફરાર થઇ ગયા હતા. જાહેર માર્ગ પર ઘટના બનતા રાહદારીઓનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. રસ્તા પર એકત્રિત થયેલા રાહદારીઓએ તરંત જ 108 બોલાવી બંને મહિલાઓને હોસ્પિટલ પહોચાડી હતી.
સ્થાનિક કક્ષાએ આ ઘટનાએ લોકોમાં ચકચાર જગાવી છે. ગુજરાતમાં એસિડ ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતા આરોપીને એસિડ કેવી રીતે મળ્યો અને તેમણે કયા કારણોસર આ હુમલો કર્યો એ અંગે ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે. સાવર કુંડલામાં વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. તો પોલીસે પણ જ્યાં ઘટના બની તે સ્થળની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી, ઘટનાસ્થળ આસપાસના લોકોની પુછપરછ શરુ કરી છે. તો બંને ઇજાગ્રસ્ત મહિલાઓ હાલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-