અમરેલી: જાફરાબાદના લુણસપુર ગામે આવેલી કંપનીમાં ઘુસ્યા બે સિંહ- જુઓ વીડિયો
અમરેલી: અમરેલીના જાફરાબાદ તાલુકાના લુણસપુરમાં આવેલી સિન્ટેક્સ કંપનીમાં બે સિંહ આવી ચડતા કામદારોમાં ફફડાટ ફેલાયો. કંપનીના કામદારોએ અને સિક્યોરિટી સ્ટાફે સિંહને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીમાં આવી ચડેલા આ સિંહોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ડાલામથ્થાનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર રહેણાંક વસાહતોમાં સિંહો આવી ચડે છે. એવુ અનેકવાર બન્યુ છે કે વનના રાજા શિકારની શોધમાં માનવ વસાહતોમા આંટાફેરા કરતા જોવા મળે છે. આવુ જ કંઈક ઘટના જાફરાબાદના લુણસપુર તાલુકામાં આવેલી સિન્ટેક્સ કંપનીમાં બની હતી. જ્યાં શિકારની શોધમાં બે સિંહો કંપનીમાં અંદર ઘુસ્યા હતા. જેને લઈને કામદારોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો: ડીજીપી કપ ફુટબોલ ટુર્નામેન્ટ 2023નું આયોજન, વડોદરા સામેની ફાઈનલમાં આર્મ્ડ યુનિટ બની વિજેતા- જુઓ તસ્વીરો
આ સિંહોને બહાર કાઢવાની જહેમતમાં કામદારો અને સિક્યોરિટીનો સ્ટાફ લાગ્યો હતો. તેઓ સિંહને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. શિકારની શોધમાં સિંહો રેવન્યુ વિસ્તાર છોડી માનવ વસાહતોમાં આવી ચડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
