અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં, 15 દર્દીને ઈંજેક્શન અને બોટલ ચડાવ્યા બાદ આવ્યુ રિએક્શન- વીડિયો

|

Mar 22, 2024 | 11:38 PM

અમરેલીમાં મોતિયાના ઓપરેશન દરમિયાન અંધાપાકાંડમાં વિવાદમાં આવેલી શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આ વખતે દર્દીઓને અંધાપો તો હોસ્પિટલે નથી આપ્યો પરંતુ દર્દીઓને ઈંજેક્શન આપ્યા બાદ આડ અસરો થઈ હોવાની ફરિયાદ સામે આવી છે.

અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અગાઉ આ જ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી બદલ 5 જેટલા લોકોને અંધાપો આવ્યો હતો. અંધાપાકાંડથી બદનામ આ હોસ્પિટલમાં આ વખતે 15 દર્દીઓને ઈંજેક્શન અને બોટલ ચડાવ્યા બાદ રિએક્શનની ફરિયાદ સામે આવી છે. દર્દીઓએ ઠંડી લાગવાની ફરિયાદ કરી હતી. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના તબીબે ઘટનાની તપાસ કરાવવાની ખાતરી આપી છે. તબીબે જણાવ્યુ છે કે ઘટનાની તપાસ કરાશે અને સેમ્પલ આરોગ્ય વિભાગને મોકલી આપવામાં આવશે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે અને મોટાભાગના દર્દીઓને તબિયત સારી થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં કોંગ્રેસનો ફરી ફસાયો પેચ, પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા ફરી ઉમેદવારની શોધમાં કોંગ્રેસ- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video