Amreli ના રાજુલામાં વીજ સમસ્યાથી લોકો ત્રાહિમામ, વારંવાર રજૂઆત છતાં સમાધાન નહિ

|

Jan 17, 2022 | 10:03 PM

ઔદ્યોગિક એરિયામાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટ ઉદ્યોગકારો માટે માથાનું દુખાવો બની ગયા છે. આ સમસ્યા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા આજ દિન સુધી લોકસમસ્યાનું નિવારણ આવ્યું નથી.

ગુજરાતના(Gujarat)અમરેલી(Amreli)જિલ્લાના રાજુલાની વીજ કચેરીમાં નાયબ ઈજનેર સહિતના સ્ટાફની જગ્યા છેલ્લા કેટલાય સમયથી ખાલી છે. જેના પરિણામે શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ સતત વીજ ગુલ થતી હોવા સાથે મેઈન્ટેનન્સના કામો પણ થતા નથી. જેમાં જિલ્લાના સૌથી મોટા ઔદ્યોગિક એરિયામાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટ ઉદ્યોગકારો માટે માથાનું દુખાવો બની ગયા છે. આ સમસ્યા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા આજ દિન સુધી લોકસમસ્યાનું નિવારણ આવ્યું નથી.

 

આ પણ  વાંચો : છોટાઉદેપુર : કોરોનાને કારણે પારંપરીક ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા, નાના વેપારીઓની હાલત કફોડી

આ પણ  વાંચો : સુરત : બસને આગ લગાવવાના કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ, એક આરોપી હજુ ફરાર

 

Next Video