Amreli Rain Video : સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ, નેવડી નદીમાં પૂરની સ્થિતિ

| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:56 AM

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસાદ (Rain) વરસ્યો છે. જેના કારણે નાળ ગામમાં વરસાદને લઈ સ્થાનિક નદીમા પૂર આવ્યું છે. આંબરડી ગામમાં વરસાદને લઈને મધ્યમાંથી પસાર થતી નેવડી નદીમાં પૂર આવ્યુ છે.

Amreli  : અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસાદ (Rain) વરસ્યો છે. જેના કારણે નાળ ગામમાં વરસાદને લઈ સ્થાનિક નદીમા પૂર આવ્યું છે. આંબરડી ગામમાં વરસાદને લઈને મધ્યમાંથી પસાર થતી નેવડી નદીમાં પૂર આવ્યુ છે. લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતાં ખારો નદીમા પૂર આવ્યું છે.

આ પણ વાંચો- Jamnagar : કોમર્શિયલ કોમ્પલેક્સના પાર્કિંગ બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા, રોગચાળાની ભીતિને લઇ બિલ્ડિંગ માલિકોને ફટકારાઇ નોટિસ

ગઇકાલે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જાફરાબાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદી ઝાપટાથી શેરીઓમાં પાણી ભરાયા છે. તો લુવારા ગામ નીકળતી સુરજવડી નદીમા પણ પૂર આવ્યું છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો