Amreli: જાફરાબાદના રોહિસા ગામે 70 ફુટ ઉંડા કૂવામાંથી દીપડાનું કરાયુ રેસ્ક્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2023 | 11:58 PM

Amreli: અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના રોહિસા ગામમાં 70 ફુટ ઉંડા કૂવામાંથી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હોય અને કૂવામાં ખાબક્યો હોવાનું અનુમાન છે. સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા જાફરાબાદ રેન્જના RFOની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. રેસ્ક્યુ બાદ દીપડાને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે.

Amreli: અમરેલી જિલ્લામા દીપડો કૂવામાં ખાબકતા વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી.  જાફરાબાદ તાલુકાના ટીંબી રાઉન્ડ નીચે આવતું રોહિસા ગામ નજીક બચુભાઇ લાખાભાઈ બારૈયાની વાડીમાં 70 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં દીપડો ખાબકતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી.  પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCF જયન પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જાફરાબાદ રેન્જના RFO જી.એલ.વાઘેલાની ટીમએ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને દીપડાને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.  પિંજરા કૂવામાં ઉતારતા દીપડો જીવ બચાવવા કોશિશ કરતો હતો. દીપડો પાંજરામાં આવી જતા બહાર કાઢ્યો જાફરાબાદ રેન્જ દ્વારા દીપડાનું દિલધડક ઓપરેશન કરી બચાવી લીધો. વનવિભાગને દીપડાના રેસ્ક્યુ ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી.  આસપાસના ખેડૂતો પણ મદદ માટે દોડી આવ્યા હતા.  દીપડાને પાંજરે પુરી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં એનિમલ ડૉકટર ટીમ દ્વારા દીપડાની હેલ્થની ચકાસણી કર્યા બાદ ફરી જંગલ વિસ્તારમાં દીપડાને મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો: Gir Somnath: ઉના મચ્છુન્દ્રી નદીમાં મહાકાય મગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ- જુઓ Video

જાફરાબાદ વનવિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અપીલ

જાફરાબાદ રેન્જ વનવિભાગના RFO વાઘેલા દ્વારા અપીલ કરાઈ છે કે પાણી વાળા ખુલ્લા કૂવામાં આ રીતે વન્યપ્રાણી પડેલ જોવા મળે તો વન્યપ્રાણીને બચાવવા માટે કે આધાર માટે કશું આધાર ન હોય તો ખાટલા ચારે પાયા બાંધી ખાટલો કૂવામાં ઉતારી દેવાથી વન્યપ્રાણી ખાટલા ઉપર બેસી જાય છે જેથી ખાટલા ઉપર આરામ કરી શકે અને તુરંત જ વનવિભાગને જાણ કરવી.  જેથી વન્યપ્રાણીનો જીવ બચાવી શકાય. વન્યપ્રાણીઓ માનવ જીવ માટે ખુબજ મહત્વ ધરાવે છે.  વન પર્યાવરણ તથા વન્ય જીવોનું રક્ષણ કરવું દરેકની ફરજ છે તેવી વનવિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો