AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં નાની બાળકી બોરવેલમાં પડવાની ઘટના, રોબોટની મદદથી બચાવ કામગીરી કરાઇ શરૂ, જુઓ વીડિયો

અમરેલીમાં નાની બાળકી બોરવેલમાં પડવાની ઘટના, રોબોટની મદદથી બચાવ કામગીરી કરાઇ શરૂ, જુઓ વીડિયો

| Updated on: Jun 14, 2024 | 7:16 PM
Share

અમરેલી સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 45થી 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બપોરે અંદાજિત સાડા 12 વાગ્યે બાળકી બોરવેલમાં પડી હતી. દોઢ વર્ષીય આરોહી પરપ્રાંતીય ખેતમજૂરની બાળકી છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું. ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા.

અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષીય બાળકી બોરવેલમાં પડી. અંદાજે સાડા 12 વાગ્યે રમતા-રમતા બાળકી પડી ગઇ છે. 45થી 50 ફૂટ ઉંડે ફસાઇ બાળકી આરોગ્ય, ફાયર, પોલીસ દ્વારા બચાવ કાર્ય શરુ કર્યું છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું. ફાયરની ટીમે બોરવેલમાં કેમેરા ગોઠવ્યા છે. બોરની અંદરના બાળકિના કેમેરાના વિજયુલ સામે આવ્યા છે. બાળકીના માથા પર માટી પડી છે. ફાયર વિભાગ દ્વારા રોબર્ટથી બાળકીના માથાની પકડ કરી છે. મજબૂત પકડ કર્યા બાદ બાળકીનું રેસ્ક્યુ કરાશે.

પ્રાંત અધિકારી, MLA, સાંસદ પણ સ્થળે પહોંચ્યા છે. NDRFની ટીમ પણ બોલાવાઇ છે. રોબોટની મદદથી બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોબોટને બોરવેલમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જીવન-મરણ વચ્ચે આરોહી ઝોલા ખાઇ રહી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Amreli Incident girl falls in borewell rescue operation by robot video

જોકે આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.

  1. ખુલ્લા બોરવેલ ક્યા સુધી ભૂલકાઓનો ભોગ લેશે ?
  2. બોરવેલ કેમ ખુલ્લા મૂકવામાં આવે છે ?
  3. અનેક દુર્ઘટના બાદ પણ કેમ નથી જાગતું તંત્ર ?
  4. અગાઉની ઘટનાથી કેમ નથી લેવાતો બોધપાઠ ?
  5. બાળકીના આ હાલત માટે જવાબદાર કોણ ?
  6. બોરવેલ માલિક સામે થશે કોઇ કાર્યવાહી ?
  7. નાના બાળકોનું ધ્યાન રાખવામાં બેદરકારી કેમ?

તંત્ર હવે આ બાળકી જીવતી બહાર આવે તેવી આશા લગાવીને બેઠું છે પરંતુ ખુલ્લા બોરવેલને કારણે થતાં આવા અકસ્માત ક્યારે અટકશે તે મુખ્ય પ્રશ્ન છે.

(ઈનપુટ ક્રેડિટ – જયદેવ કાઠી, અમરેલી)

Published on: Jun 14, 2024 06:18 PM
g clip-path="url(#clip0_868_265)">