હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની શેત્રુંજી, સાતલડી, ઠેબી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પાણી ભરાતા ખેતરો સરોવરમાં ફેરવાયા છે. ખેતરોમાં 2 ફુટ સુધી પાણી ભરાયા છે. મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા સાતલડી અને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જુના સાવર ગામમાં નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયુ છે. ભારે વરસાદથી સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઈવે બંધ થયો છે. હાઈવે બંધ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે અને વાહનચાલકો હેરાન પરેશાન છે.
શેત્રુંજી નદીમાં અચાનક જળપ્રવાહ વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂરના પાણી સાવરકુંડલાના જુના સાવર ગામમાં ઘુસી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયુ છે. જુના સાવર ગામમાંથી પસાર થતો સાવરકુંડલા- રંઘોળા સ્ટેટ હાઈવે પૂરના પાણીમાં ગરકાવ થયો છે. હાઈવે પર શેત્રુંજી નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ ખોરવાયો છે.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 6:16 pm, Fri, 24 July 26