નવસારીમાં 1 મહિનામાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, ઓફલાઈન શિક્ષણના પગલે વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે ટાર્ગેટ

|

Dec 28, 2021 | 11:45 AM

નવસારીમાં 1 મહિનામાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ઓફલાઈન શિક્ષણના કારણે તંત્ર અને વાલીઓની ચિંતા વધી છે.

Corona in Navsari: સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ (Corona Case) વધી રહ્યા છે. એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઓફલાઈન શિક્ષણને (Offline education) પગલે વિદ્યાર્થીઓ પર ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં જ છેલ્લા 1 મહિનામાં 15 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેના પગલે તંત્ર દોડતું થયું છે. નવસારી જિલ્લામાં હાલ 24 એક્ટીવ કેસ છે.

જેના પગેલ શાળાઓમાં ટેસ્ટીંગની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે. તેમા પણ ખાસ કરી શાળાના વિદ્યાર્થીઓની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં પોઝિટિવ કેસ મળી આવે ત્યાં 5 દિવસ માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવી રહ્યા છે.

જો વાત કરીએ સમગ્ર રાજ્યમાં કોરોનાની તો ગજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો ગઈકાલે 26 ડિસેમ્બરે 177 કેસ નોંધાયા હતા અને 27 ડિસેમ્બરે 200ને પાર 204 નવા કેસ નીધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે.

26 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 948 હતા, જે ગઈકાલે વધીને 1086 થયા છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતાની સાથે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના કેસોમાં પણ વધારો થયો છે.

 

આ પણ વાંચો: વધતા જતા કોરોના વચ્ચે સુરત આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, જાણો શું શું કરી છે તૈયારીઓ

આ પણ વાંચો: Punjab Assembly Election : કૃષિ કાયદો પરત ખેચ્યા બાદ PM મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે, 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં PGI સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ કરશે

Next Video