Ahmedabad: AMCનાં અણઘડ આયોજનનો વધુ એક કિસ્સો, કોન્ટ્રાક્ટરને કરોડોની વધારે ચુકવણીની મંજુરી

|

Mar 08, 2022 | 7:03 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે કામની રકમમાં પાછળથી કરોડો રૂપિયાનો વધારો કરી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના અણઘડ આયોજનની વધુ એક ઘટના સામે આવી છે. જેનો સીધો ફાયદો કોન્ટ્રાકટર (Contractor)ને થયો છે. કોર્પોરેશનના અયોગ્ય આયોજન (planning)ના કારણે કામની રકમ પાછળથી વધારી છે. આ વધારાની રકમ પણ લાખોમાં નહીં કરોડોમાં ચુકવવાની મંજુરી પણ અપાઇ ગઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે કામની રકમમાં પાછળથી કરોડો રૂપિયાનો વધારો કરી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટરને રૂ. 1.25 કરોડનો વધારો અને સમયમર્યાદા વધારવાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ મંજૂર કરી દીધી છે.

વર્ષ 2020માં ચેનપુર ફાટક પાસે અંડર બ્રિજ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેલાઈનની નીચે બોક્સ બનાવવાનું અંડરકન્સ્ટ્રકશન કામ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ટી.પી.રોડ ખોલવામાં આવ્યો ન હતો. રોડ માટેની જમીન ખાનગી માલિકીની ખેડૂતની જમીન હતી. જે પઝેશન એસ્ટેટ વિભાગ દ્વારા મેળવવા માટે મોડી કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી પહેલા કામ મંજૂર કરી અને પાછળથી જમીનનું પઝેશન મેળવવાના આયોજનના કારણે આજે અંડરબ્રિજ બે વર્ષ બાદ પણ બનીને તૈયાર નથી અને કોન્ટ્રાક્ટરને રૂ. 1.25 કરોડનો વધારો આપવામાં આવ્યો છે.

એવુ નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવુ અણઘડ આયોજન પહેલી વાર કરવામાં આવ્યુ હોય. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવેલી છે. ત્યારે હવે આવી ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો છે. વારંવારની આવી ઘટનાઓથી કોન્ટ્રાક્ટર્સ જાણે કોર્પોરેશનના ખૂબ જ પસંદીદા હોય તેવુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો-

પોરબંદર : મહિલા કોન્સ્ટેબલ અંકિતા ઝંકાટ બાઈક સ્ટંટમાં 4 વખત રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવ્યા

આ પણ વાંચો-

Women’s Day : માંડવીના જંગલોની રક્ષામાં સતત ખડેપગે તૈનાત 7 મહિલા કર્મચારી, વાંચો જંગલની વાઘણોની કહાની

Next Video