Ahmedabad: વાહન ટેક્સ ન ભરનારા ચેતી જજો, AMC કરી શકે છે લાલ આંખ, જાણો વિગત
Ahmedabad: શહેરમાં વાહન પર ટેક્સ ચોરી કરનાર વધુ પ્રમાણમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે AMC વાહન ટેક્સ ન ભરનારા પર તવાઈ બોલાવી શકે છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વાહન પર ટેક્સ ના ભરનાર પર તવાઈ આવી શકે છે. શહેરમાં ઘણા વાહનચાલકો છે જે કોર્પોરેશનના ટેક્સ ભર્યા વગર જ વાહનો ચલાવી રહ્યા છે. આવા વાહનચાલકોને લીધે કોર્પોરેશનને દર વર્ષે આવકમાં નુકશાન થાય છે. જેને ધ્યાનમાં લઈને મોટો નીનાય લેવામાં આવ્યો છે.
વાહન વેરો ન ભરનારના કારણે જતા નુકસાનને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આવા વાહનચાલકો પાસેથી દંડ વસુલવાનો પ્લાન કોર્પોરેશન કરતુ હોય તેવી માહિતી સામે આવી છે. વાહનચાલકોને ટેક્સ પર દંડ કે વ્યાજ પણ લેવામાં આવતું નથી. આવા વાહનમાલિકો પાસેથી 18 ટકા વ્યાજ લેવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવશે. સૌથી વધારે ખાનગી મોટી ટ્રાવેલ્સ કંપનીઓ આવા ટેક્સની ચોરી કરતા હોય તેવી માહિતી સામે આવી છે. તો AMC હવે વાહન કરચોરી કરતા લોકો સામે આંખ લાલ કરી શકે એમ છે.
આ પણ વાંચો: ભારતે 99 દેશોના વિદેશી પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન ફ્રી મુસાફરીની આપી મંજૂરી, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
