Sindhu Bhavan Road : અત્યાર સુધી આપણે બધા રોડ પર વાહન પાર્ક કરતા હતા એ પણ કોઈ પણ પ્રકારના નાણા ચુકવ્યા વગર પરંતુ હવે અમદાવાદના સિંધુભવન રોડ વાહન પાર્ક કરવા માટે નિશ્ચિત રકમ ( paid parking) ચૂકવવી પડશે. સિંધુભવન રોડ પર વાહન ચાલકોને બે કલાકના ટુ-વ્હીલરના 5 રૂપિયા અને ફોરવ્હીલરના 15 રૂપિયા ચૂકવવા પડશે. એક તરફ સિંધુભવન રોડ ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad: અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનું કરશે સંચાલન
તો બીજી તરફ અમદાવાદ કોર્પોરેશને ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડયું છે. સિંધુભવનના બંને તરફ વાહન પાર્ક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમાં વાર્ષિક 21.30 લાખની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. હવે પ્રશ્નએ થાય છે કે જો ઓન સ્ટ્રીટ પાર્કિંગ કરવાનું હતું તો શા માટે સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે ?
મલ્ટી લેવલ પાર્કિંગ માટે શા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો? અગાઉ મલ્ટી લેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે તેમ છતાં અહીં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. અને હવે આ જ વિસ્તારમાં ઓન સીટ પાર્કિંગ આવશે તો મલ્ટી લેવલમાં કેટલા વાહનો પાર્ક થશે? કોર્પોરેશનના સત્તાધીશોને આ બાબત કેમ ધ્યાને ન આવી?
Published On - 2:12 pm, Tue, 18 July 23