Ahmedabad: જૂહાપુરામાં મહાકાય ભૂવો પડતા મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભંગાણ, સતત પાણી વહેતું હોવાથી પુરાણનું કામ મુશ્કેલ બન્યું
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદમાં જૂહાપુરામાં મહાકાય ભૂવો પડ્યો છે. ભૂવો પડવાના કારણે મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડ્યુ છે.
અમદાવાદના (Ahmedabad) માર્ગો પર વાહનો ચલાવતા વખતે રહેજો સાવધાન થઇ જજો. કારણે કે ગમે ત્યારે ગમે તે સ્થળે રસ્તો બેસી શકે છે. ફરી શહેરમાં મસમોટો ભૂવો પડ્યો છે. જૂહાપુરામાં ખૂબ જ મોટો ભૂવો પડ્યો છે. લોખંડવાલા પાર્ટી પ્લોટ પાસે 12 ફૂટ પહોળો અને અને અંદાજીત 10 ફૂટ ઊંડો ભૂવો પડયો છે. આ ભૂવામાં (Pothole) AMCના કચરાનું ડમ્પર તેમાં ગરકાવ થઈ ગયું હતુ. જો કે, કોઈ જાનહાનિ થઈ નહીં. ડમ્પરને ક્રેઈનથી મદદથી બહાર કાઢવું પડ્યું. જો કે, વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્માર્ટસિટી અમદાવાદમાં 93 ભૂવા પડ્યા છે અને હજુ 9ના સમારકામની કામગીરી બાકી છે.
જૂહાપુરાનો ભૂવો પુરવાનું કામ બન્યુ અઘરુ
અમદાવાદ શહેરમાં ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદમાં જૂહાપુરામાં મહાકાય ભૂવો પડ્યો છે. ભૂવો પડવાના કારણે મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડ્યુ છે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં જ ભંગાણ પડ્યુ છે. ડ્રેનેજ લાઈનનું પાણી વહેતું હોવાથી પુરાણનું કામ મુશ્કેલ બન્યું છે. સતત પાણીના કારણે ડામર નીચેની માટી ધસી રહી છે. જે પછી મનપાની ટીમે મહાકાય ભૂવાનું નિરીક્ષણ કર્યુ. હવે જૂહાપુરાનો મહાકાય ભૂવો મનપા માટે માથાનો દુખાવો બન્યો છે.
દર વખતે તંત્ર તાત્કાલિક રોડ પરના ખાડા અને ભુવાઓ પુરવાના વાયદાઓ તો કરે છે. પરંતુ આ વાયદાઓ અને કામગીરી ફક્ત કાગળ પર જ રહી જાય છે.. ત્યારે અહીં મનપાના તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો સતત બની રહ્યો છે અને ભૂવો પડવાના કારણે બારેમાસ લોકોને હેરાન થઇ રહ્યા છે. ત્યારે ભૂવા પડવા પાછળ AMCનું તંત્ર કેટલું જવાબદાર અને ક્યાં સુધી નિર્દોષ નાગરિકો ભૂવાનો શિકાર બનશે તે સવાલ ઊભો થઇ રહ્યો છે.