Ahmedabad : કોર્પોરેશનની ટેક્સ નહિ ભરનાર કોર્મિશિયલ એકમો સામે લાલ આંખ, સીલિંગ પ્રક્રિયા હાથ ધરી

|

Feb 03, 2022 | 9:29 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરો ન ભરનારા સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. કોર્પોરેશન દ્વારા 24 કલાકમાં 217 મિલકતો સીલ કરવામાં આવી છે. શહેરમાં બુધવારે 936 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ જે લોકોએ 1 લાખથી વધુનો ટેક્સ ભર્યો નથી તેમની મિલકતો સીલ કરવામાં આવી છે.

અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરો(Property Tax)  ન ભરનારા સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. કોર્પોરેશન દ્વારા 24 કલાકમાં 217 મિલકતો સીલ(Sealing)  કરવામાં આવી છે. શહેરમાં બુધવારે 936 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ જે લોકોએ 1 લાખથી વધુનો ટેક્સ ભર્યો નથી તેમની મિલકતો સીલ કરવામાં આવી છે. ત્યારે ગત બે દિવસમાં 328 મિકલતો સીલ કરવામાં આવી. ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે એએમસીએ મોટી કાર્યવાહી કરી છે. જે સીલિંગની કાર્યવાહી પણ આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો-કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રૂપિયા 8 હજાર 111 કરોડનું બજેટ રજૂ કર્યું.. જેમાં અમદાવાદીઓ પર કોઈપણ જાતના વેરાનો વધારો કરવામાં આવ્યો નથી. એ જોતાં આ બજેટ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાલુ વર્ષે સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બજેટ મૂકવામાં આવ્યું છે. ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટી સુધારા-વધારા કરી અંદાજિત 10 ટકાનો વધારો કરી રૂપિયા 8500 કરોડની આસપાસનું બજેટ મંજૂર કરશે.ગત વર્ષ કરતા 636 કરોડના વધારા સાથેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવ્યું છે.

આ પણ  વાંચો : સુરત બન્યું સુરક્ષિત: બીજા ડોઝ માટે પણ 100 ટકાથી ઉપર રસીકરણ કરી દેવાયું

આ પણ  વાંચો :  KUTCH : ખાનગી કંપનીના વાયરો ચોરી વેચવાના ફીરાકમાં હતા, પણ 9 શખ્સોને LCB એ ઝડપી લીધા !

 

Published On - 9:26 am, Thu, 3 February 22

Next Video