Ahmedabad : રોડ અને પેવર બ્લોકમાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, કમિટીએ આક્ષેપ ફગાવ્યા

|

Feb 13, 2022 | 11:27 PM

અમદાવાદ કોર્પોરેશન દ્વારા તેમના મળતિયાઓને લાભ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમજ આ સાથે ટેન્ડર પ્રક્રિયામાં પણ બેદરકારીનો આક્ષેપ થયો છે. તો બીજી બાજુ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ આ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા છે.

અમદાવાદ(Ahmedabad)  મહાનગરપાલિકા શહેરના અલગ અલગ વિસ્તારોના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે AMC દ્વારા પેવર અને RCC રોડના(Road Works)  કામમાં ભ્રષ્ટાચાર આચરાયું હોવાના આક્ષેપ થયા છે. જેમાં વિપક્ષનો(Opposition)  આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા તેમના મળતિયાઓને લાભ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમજ આ સાથે ટેન્ડર પ્રક્રિયામાં પણ બેદરકારીનો આક્ષેપ થયો છે. તો બીજી બાજુ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ આ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. મ્યુનિ.ના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં પેવર બ્લોક નાખવા, આરસીસી રોડ સહિતના કોર્પોરેટ, ધારાસભ્યોના બજેટમાંથી થતાં કામોમાં ટેન્ડર મગાવી માત્ર એક જ કોન્ટ્રાક્ટરને કામ અપાતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા કેટલા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવી આપવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન 40 ટકા સુધી વધુ રકમ ચૂકવતા હોવાનો આક્ષેપ કરાયો છે.

તો બીજીબાજુ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષના નેતા પર નિશાન સાધ્યું છે. તેમજ કહ્યું કે રોડ અને પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ આપવાની એક પ્રક્રિયા હોય છે. જે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યોગ્ય ધારાધોરણ મુજબ કોન્ટ્રાક્ટ અપાય છે.ટેન્ડર પ્રક્રિયામાં કોર્પોરેશન સૌ પ્રથમ વિકાસ કામનો અંદાજ નક્કી કરે છે.જે બાદ અંદાજને આધારે ટેન્ડર મંગાવવામાં આવે છે. જેમાં સૌથી ઓછી કિંમતનું ટેન્ડર ભરનારને કોન્ટ્રાક્ટ અપાય છે. જ્યારે એમ પેનલથી કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશન વિકાસ કામ માટે ટેન્ડર મંગાવવામાં આવે છે.જે બાદ ઓછા ભાવથી કામ કરનારા જેટલા પણ કોન્ટ્રાક્ટર તૈયાર હોય એ તમામને કોન્ટ્રાક્ટ આપી દેવાય છે.

આ પણ  વાંચો : ગાંધીનગર પોલીસે આ રીતે છોડાવ્યા દિલ્હી અને કોલકત્તામાં વિદેશ જવાના બહાને છેતરાયેલા બંધક 15 લોકોને

આ પણ  વાંચો : સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ

 

Published On - 11:27 pm, Sun, 13 February 22

Next Video