Ahmedabad: શહેરમાં નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 165 થઈ

|

Jan 15, 2022 | 9:35 AM

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona Case)માં તીવ્ર ગતિથી વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં 9 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન (Containment zone)માં મુકવામાં આવ્યા છે. તો કેટલાક વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છ

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. 24 કલાકમાં નવા 43 ઘરોના 148 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. 14 જાન્યુઆરીએ પણ અમદાવાદમાં નવા 43 ઘરોના 148 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે કેટલાક વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 177થી ઘટીને 165 થઈ ગઈ છે.

મહત્વનું છે કે ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ કોરોનાના 10,019 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 55, 798 થયા છે. તેમજ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3,090 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ

અંબાજીનાં દર્શને જતા પહેલા આ ખાસ જાણી લો, મંદિર રહેશે 7 દિવસ માટે બંધ, જાણો સમગ્ર શેડ્યુલ

આ પણ વાંચોઃ

Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

Next Video