Ahmedabad : કેમિકલ માફિયાઓ વિરૂદ્ધ AMCની કાર્યવાહી યથાવત, બહેરામપુરા વિસ્તારમાં AMCએ ડ્રેનેજ જોડાણો કાપવાની કામગીરી હાથ ધરી, જુઓ Video

|

Jul 17, 2023 | 1:22 PM

આજે બહેરામપુરા વિસ્તારમાં AMCએ ડ્રેનેજ જોડાણો કાપવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ વટવા, નરોડા, દાણીલીમડા, પીરાણામાં પણ AMCની ટીમોએ ગેરકાયદે જોડાણો સામે કાર્યવાહી કરી છે.

TV9 Impact : અમદાવાદમાં (Ahmedabad) કેમિકલ માફિયાઓ AMCની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત ઝેરી પાણીનો નિકાલ કરી રહ્યા હતા. આ અંગે TV9એ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ તંત્ર દોડતું થયું છે અને આવા બેફામ બનેલા કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Gujarat Video : અમદાવાદમાં BRTS બસની અડફેટે વધુ એક બાઈકચાલકનું મોત

મહત્વપૂર્ણ છે કે મુખ્ય લાઇન સીલ કરાતા કેમિકલ માફિયાઓએ AMCની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત ઝેરી પાણીનો નિકાલ શરૂ કર્યો હતો. જેને લઈને AMCએ પૂર્વ ઝોનમાં 1,057 એકમોના 48 જોડાણ કાપ્યા હતા. તો દક્ષિણ ઝોનમાં 102 એકમોના 97 જોડાણ કટ કરાયા છે.

તો આજે બહેરામપુરા વિસ્તારમાં AMCએ ડ્રેનેજ જોડાણો કાપવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ વટવા, નરોડા, દાણીલીમડા, પીરાણામાં પણ AMCની ટીમોએ ગેરકાયદે જોડાણો સામે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ગટરના જોડાણ કાપ્યા બાદ આ તમામ યુનિટોના વીજ જોડાણો પણ કાપવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video