અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, જુઓ વીડિયો
અંબાલાલ પટેલનું માનવું છે કે ડિસેમ્બર મહિનામાં માવઠાઓ આવતા રહેશે અને સમગ્ર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેથી ખેડૂતોને નુકસાન થઇ શકે છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોએ લણેલા પાક કે APMCમાં રખાયેલા પાકને બચાવવા આગોતરી તૈયારીઓ કરવી જોઈએ.
ગુજરાતમાં વરસાદને લઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 6 ડિસેમ્બરે છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતના અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
આ પણ વાંચો ગુજરાતમાં આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી, તાપમાનનો પારો પણ ગગડશે