અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 20 જૂનથી ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા, જુઓ-Video

20મી જૂનથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ચોમાસાની શરુઆતની સાથે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે.

| Updated on: Jun 16, 2024 | 2:02 PM

ગુજરાતમાં ચોમાસાનુ વિધિવત આગમન થઈ ચૂક્યું છે અને હવે કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત મળવાની છે ત્યારે આ વચ્ચે અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

20મી જૂનથી ગુજરાતમાં સારો વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગીમી 20મી જૂનથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ચોમાસાની શરુઆતની સાથે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે.

અરબી સમુદ્ર અને બંગાળમાં ડિપ્રેશન સીધી અસર

આગામી સપ્તાહે તેજ ગતીના પવનો સાથે વરસાદ વરસી શકેની સંભાવના જણાવવામાં આવી રહી છે. 20મી જૂનથી અરબી સમુદ્ર અને બંગાળ સાગમાં ડિપ્રેશન બનતા તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. આ સાથે 23 જૂન બાદ પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ જણાવવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના ભાગોમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન ચોમાસા આગળ વધવા માટે અનુકૂળ છે.દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં દરિયાની સપાટીથી સરેરાશ 3.1 અને 5.8 કિમીની વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યુ છે.

Published On - 1:56 pm, Sun, 16 June 24