અંબાલાલની આગાહી-ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, નવા વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા

|

Dec 25, 2023 | 10:18 PM

ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવા વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. 30 ડિસેમ્બરે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 1 જાન્યુઆરીએ વરસાદમાં પરિવર્તિત થશે

રાજ્ય પર ફરી માવઠાના સંકટના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવામાન 30 ડિસેમ્બરે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 1 જાન્યુઆરીથી ગુજરાતના વાતાવરમમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં કમોસમી વરસાદ પડશે. જે બાદ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ આવતા અઠવાડિયે ઠંડીનું જોર વધશે અને જાન્યુઆરીની શરૂઆતમાં બની શકે કે કમોસમી વરસાદ પણ પડે. હવે સ્થિતિ એ છે કે જો આવનારા સમયમાં કમોસમી વરસાદ પડ્યો તો સૌથી વધુ કફોડી જગતના તાતની થઈ શકે છે. જોકે અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદ બાદની આ ઠંડીનું જોર આખા જાન્યુઆરી સુધી રહેશે.

આ પણ વાંચો : ગિફ્ટ સિટીમાં દારૂની શરતી છૂટથી બિલ્ડરોને બખ્ખા, રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી તેજી- વીડિયો

વરસાદી વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને વધુ ઠંડી પડવાની શક્યતા છે. માવઠાની શક્યતાને જોતા ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. હજુ અગાઉ માવઠાને કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન પહોંચ્યુ છે, હાલ ડુંગળીને ખેડૂતોને પૂરતા પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યા ત્યાં વધુ એક માવઠાના તોળાઈ રહેલા સંકટે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video