Ambaji માં પણ Cyclone Biparjoyની અસર વર્તાઇ, ભારે વરસાદ બાદ ગબ્બર દર્શન માટે બંધ કરાયો

|

Jun 16, 2023 | 5:26 PM

વરસાદના પગલે અંબાજીના બજારોમાં પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના પગલે હાઇવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અનેક નાના વેપારીઓ પોતાના ધંધા આટોપ્યા છે. તેમજ બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે.

Ambaji  : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ (Kutch)ઉપર ત્રાટક્યું હતું, જો કે તેની બાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં પણ બિપરજોય વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડયો છે.

જેમાં  15 અને 16 જુને બનાસકાંઠામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. જો કે વરસાદના પગલે અંબાજીના બજારોમાં પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના પગલે હાઇવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અનેક નાના વેપારીઓ પોતાના ધંધા આટોપ્યા છે. તેમજ બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. તેમજ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:01 pm, Fri, 16 June 23

Next Video