ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે કેટલાક મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. યાત્રાધામ અંબાજી (Ambaji)માં આવેલુ મા અંબેનું મંદિર કોરોનાના વધતા કેસ વચ્ચે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જો કે હવે અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે 1 ફેબ્રુઆરી મંગળવારથી ફરી ખોલવામાં આવશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવશે.
કોરોનાની ત્રીજી લહેરના પગલે અંબાજી મંદિરમાં ભક્તોને દર્શન કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં પ્રવેશ માટે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અંબાજી મંદિરમાં ઓનલાઈન બુકિંગ દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે.
અંબાજી મંદિરમાં પોષી પૂનમ આસપાસના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. જેના કારણે ભક્તોની ભીડ થતી હોય છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સંક્રમણ ટાળવા આ પહેવા અંબાજી મંદિર બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 9:57 am, Sun, 30 January 22