Breaking News : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

Breaking News : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

| Updated on: Sep 12, 2026 | 3:39 PM

ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે મોટો નિર્ણય લીધો છે. યાત્રિકોની સુવિધા માટે દર્શનના કલાકો લંબાવવામાં આવ્યા છે.

ભાદરવી પૂનમના પવિત્ર મેળાને ધ્યાનમાં રાખીને, શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે મેળા દરમિયાન લાખો ભક્તો અંબાજી પહોંચવાની અપેક્ષા છે, ત્યારે તેમની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં વધારો કરાયો છે.

મંદિર ટ્રસ્ટના નિર્ણય અનુસાર, સવારની આરતીનો સમય સવારે 7:30 કલાકથી બદલીને સવારે 6:00 કલાકે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભક્તોને વધુ સમય સુધી માતાજીના દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિર રાત્રે 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ ફેરફારથી દૂર-દૂરથી આવતા યાત્રિકોને દર્શનનો લાહવો લેવા માટે પૂરતો સમય મળશે.

જોકે, મેળાના દિવસો દરમિયાન કેટલીક વ્યવસ્થાઓમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. યાત્રિકો મંદિરની યજ્ઞશાળામાં હવન કરી શકશે નહીં. તેમજ મેળા દરમિયાન મંદિરમાં અન્નકૂટ ધરાવવાની પણ મંજૂરી રહેશે નહીં. આ નિયંત્રણો વ્યવસ્થા જાળવવા અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી અમલમાં મુકવામાં આવ્યા છે. આ નિર્ણયો અંબાજી ભાદરવી પૂનમ મેળાને સુચારુ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન કરવા માટે મદદરૂપ થશે.

પહેલા ઠુકરાવી, હવે ₹100 કરોડની ઓફર! ‘હનુમાન અંશ’ આવશે હવે OTT પર, જાણો કમાણી સહિતની તમામ ડિટેલ

Follow Us
Loading...
Unable to load recommendations.