અંબાજી મંદિરમાં ભક્તે 39.78 લાખ રુપિયાના 650 ગ્રામ સોનાના 7 સિક્કાનું ગુપ્તદાન કર્યુ
અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટેની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે શ્રદ્ધાળુઓ પણ સુવર્ણદાન સતત વરસાવી રહ્યા છે. એક માઈ ભક્તે સોનાના 7 સિક્કા દાન કર્યા છે. 39.78 લાખ રુપિયાની કિંમતના આ સોનાના સિક્કાની ભેટ માતાજીના ચરણોમાં ભક્તે ધરી હતી. અંબાજી મંદિરે માઈભક્તે સોનાના સાત સિક્કા ભેટ ધરીને પોતાની ઓળખ ગુપ્ત રાખવા માટે મંદિર ટ્રસ્ટને વિનંતી કરી હતી.
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે એક ભક્તે સોનાનુ દાન કર્યુ છે. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે ભક્તો સતત સોનાનુ દાન કરી રહ્યા છે. સુવર્ણમય બની રહેલા મંદિરને માટે ભક્તો છેલ્લા કેટલાક વર્ષથી સતત સોનાનુ દાન કરી રહ્યા છે. આવી જ રીતે એક ભક્તે પોતાનુ નામ ગુપ્ત રાખીને મંદિરને સોનાના સિક્કા ભેટ ધર્યા હતા.
આ પણ વાંચોઃ બાયડમાં હિટ એન્ડ રનની ઘટના, બાઈકને અડફેટે લઈ ટ્રક ફરાર, જુઓ CCTV વીડિયો
માઈ ભક્તે 7 સોનાના સિક્કા 650 ગ્રામના અંબાજી માતાને ભેટ ધર્યા છે. 39 લાખ 78 હજાર રુપિયાની કિંમતનુ સોનાનું દાન ભક્તે અંબાજી મંદિરને કર્યુ છે. અંબાજી મંદિરે માઈભક્તે સોનાના સાત સિક્કા ભેટ ધરીને પોતાની ઓળખ ગુપ્ત રાખવા માટે મંદિર ટ્રસ્ટને વિનંતી કરી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 03, 2023 07:37 PM