Rain Breaking : ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હાઈ-વે પાણીમાં ગરકાવ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 30, 2023 | 4:19 PM

બનાસકાંઠાના (Banaskantha) અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી અનુસાર બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. અંબાજીમાં બજાર, હાઇવે અને અનેક સોસાયટીઓમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો-Surat : મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે રુ.1.80 લાખ સાથે પોલીસે ઝડપી લીધી, જાણો શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. અંબાજીમાંથી પસાર થતો હાઈ-વે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બજારો અને રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. અંબાજીમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં આગામી 24 કલાક ખેડૂતો માટે મુશ્કેલીભર્યા રહેશે. આગામી 24 કલાકમાં છુટોછવાયો વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો ભુજ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદની સંભાવના છે.

આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત્ છે. તો આગામી બે દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…