યાત્રાધામ અંબાજી અને ગિરનારમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યાં, જાણો હવે કેટલો થયો ટિકિટનો દર

|

Jul 22, 2022 | 12:51 PM

પરિવહન ક્ષેત્રની (transport sector) સેવામાં GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. GSTનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. માલસામાનની હેરફેર અને રોપવે પર હવે માત્ર 5% ટેક્સ લાગશે.

ગત સપ્તાહમાં મળેલી 47મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં (GST Council meeting) મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવહન ક્ષેત્રની સેવામાં GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. GSTનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. માલસામાનની હેરફેર અને રોપવે પર હવે માત્ર 5% ટેક્સ લાગશે. આમ તો ટેક્સ રેટમાં ફેરફાર 18 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. આ GSTના નવાનો અમલ આજથી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં (Gujarat) યાત્રાધામ અંબાજી (Ambaji)  ગબ્બર અને જુનાગઢમાં ગિરનાર (Girnar) રોપ વેના (rope way) ટિકિટના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અંબાજીમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યા

યાત્રાધામ અંબાજી ગબ્બર રોપ વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. 47મી જીએસટી કાઉન્સેલિંગ મિટિંગમાં જીએસટીનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. જેના પગલે પરિવહન ક્ષેત્રની સેવામાં જીએસટી દરના દરમાં ઘટાડો કરાયો છે. જેથી અંબાજીમાં રોપ વેની ટિકિટમાં રૂ.16નો ઘટાડો થયો છે. રોપ-વેનો રૂ.141ના બદલે રૂ.125નો દર કરાયો છે. આજથી નવો ટિકિટનો દર લાગુ કરવામાં આવ્યો છે.

ગિરનારમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યા

બીજી તરફ જુનાગઢના ગિરનારમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યા છે. અગાઉ ગિરનાર પર જવા-આવવા રુ.700 વસુલાતા હતા. હવે જવા આવવાની ટિકિટનો દર રુ. 623 થયો. પહેલા ફક્ત એક તરફની ટિકિટ રુ. 400 હતી. હવે એક તરફની ટિકિટનો દર રુ. 356 થયો. પહેલા જુનાગઢવાસીઓ માટે ટિકિટ રુ. 590 હતી. હવે જુનાગઢવાસીઓને રુ. 525 ચુકવવા પડશે. આ નિર્ણયથી યાત્રાળુઓને દર્શન કરવા માટે ખૂબ જ મોટી રાહત મળશે.

Next Video