Vadodara: કોર્પોરેટરનો વિદેશી દારૂ વેચતો કથિત Video Viral, નાના બાળકોનો દારુ વેચવામાં ઉપયોગ થતો હોવાની ચર્ચા

|

Aug 30, 2022 | 11:45 AM

પાદરામાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર વિશાલ ચૌહાણનો (Corporator Vishal Chauhan) કથિત વીડિયો વાયરલ થયો છે. જેમાં નાના બાળકોનો ઉપયોગ કરી દારૂ વેચવામાં આવી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.

વડોદરા (Vadodara) જિલ્લાના પાદરામાં એક કોર્પોરેટરનો વિદેશી દારૂ વેચતો કથિત વીડિયો વાયરલ થયો છે. પાદરામાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર વિશાલ ચૌહાણનો (Corporator Vishal Chauhan) કથિત વીડિયો વાયરલ થયો છે. જેમાં નાના બાળકોનો ઉપયોગ કરી દારૂ વેચવામાં આવી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. આ કોર્પોરેટર વિશાલ ચૌહાણ પાદરાના વોર્ડ નંબર 3ના હાલના કોર્પોરેટર હોવાનું સામે આવ્યુ છે. વીડિયો વાયરલ (viral video) થયા બાદ પાદરા પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપાર ચાલતો હોવાની ચર્ચા ચાલી રહી છે. Tv9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાનો વીડિયો વાયરલ

વડોદરા જિલ્લાના પાદરાના સોશિયલ મીડિયાની અંદર છેલ્લા એક દિવસથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે વિશાલ ચૌહાણ કરીને કોર્પોરેટર છે. જે ખુલ્લેઆમ દારુ વેચે છે. મોટી વાત એ પણ છે કે વીડિયોની અંદર એક બાળક પણ દેખાય છે અને બાળકનો દારુ વેચવા માટે ઉપયોગ થતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે કોર્પોરેટર એક ખાટલામાં બેઠો હોય છે અને એક બાળક દારુ જેવી બોટલ લોકોને આપતો હોય તેવુ જોવા મળે છે. આ કોર્પોરેટર વડોદરા જિલ્લાના પાદરાના વોર્ડ-3ના કોર્પોરેટર હોવાની માહિતી પણ સામે આવી છે. પાદરા પોલીસની રહેમ નજર હેઠળ જ આ સમગ્ર દારુનો વેપલો ચાલતો હોવાની પણ ચર્ચા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Next Video