Rajkot: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જુથવાદ સામે આવ્યો, અસંતુષ્ટોએ કરી ડિનર ડિપ્લોમસી

|

Oct 17, 2022 | 12:30 PM

રાજકોટમાં (Rajkot) પૂર્વ વિધાનસભા વિસ્તાર બેઠક પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રબળ ઉમેદવારો છે અને જેમની દાવેદારી લગભગ નશ્ચિત માનવામાં આવી રહી છે.

રાજકોટમાં (Rajkot) પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભાજપના (BJP) અસંતુષ્ટોના એક જૂથે કરી ટિફિન બેઠક એટલે ડિનર ડિપ્લોમસીનું (Dinner Diplomacy) આયોજન કર્યુ હતુ. અરવિંદ રૈયાણીની સામે સંભવિત હરિફ દાવેદારોએ આ બેઠક કરી હતી. ચૂંટણીમાં દાવેદારીને લઇને આ બેઠક થઇ હોવાની ચર્ચા થઇ રહી છે. અરવિંદ રૈયાણીને (Arvind Raiyani) ટિકિટ ન મળે તે માટે લોબિંગ ચાલુ કરવામાં આવ્યુ છે.

રાજકોટમાં પૂર્વ વિધાનસભા વિસ્તાર બેઠક પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રબળ ઉમેદવારો છે અને જેમની દાવેદારી લગભગ નશ્ચિત માનવામાં આવી રહી છે. તેમાં અરવિંદ રૈયાણીનું નામ જ મોખરે ચાલી રહ્યુ છે. જો કે આ બધાની વચ્ચે ભાજપનું જ એક જુથ નારાજ જોવા મળી રહ્યુ છે. ગઇકાલે રાજકોટના સામા ખાતા વિસ્તારમાં જે ભાજપનું અસંતોષ જુથ છે તેમના દ્વારા ડિનર ડિપ્લોમસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં તમામ અસંતોષ જુથ અને જેમાંથી કેટલાક લોકો દાવેદાર પણ છે તેમના દ્વારા ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

એક મિત્રના જન્મદિવસ માં સાથે ભોજન કર્યું હતું- અશ્વિન મોલીયા

સોશિયલ મીડિયામાં જે ફોટા વાયરલ થયા છે તે અંગે ભાજપના આગેવાન કહ્યું હતું કે અમે અમારા એક મિત્રના જન્મદિવસમાં સાથે ભોજન કર્યું હતું આ બેઠકમાં કોંગ્રેસના કોઈ કાર્યકર્તા હાજર ન હતા. જે લોકો હાજર હતા તે તમામ લોકો ભાજપના જ આગેવાનો હતા અને આ બેઠક માત્ર શુભેચ્છા બેઠક હતી.

તાજેતરમાં વલ્લભ દુધાત્રાની ઓફિસે રાજકીય કિન્નાખોરીથી પોલીસ તપાસ થઈ હતી

પૂર્વ વિધાનસભા બેઠકના પ્રબળ દાવેદાર એવા વલ્લભ દુધાત્રા ની ઓફિસે તાજેતરમાં બી ડિવિઝન પોલીસ તપાસ માટે પહોંચી હતી આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરી થી હોવાનું પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ચર્ચાઉ રહ્યું છે વલ્લભ દુધાત્રા આ વિસ્તારના સ્થાનિક આગેવાનો અને ૧૦૦થી વધારે કાર્યકર્તાઓને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કોના કહેવાથી આ કાર્યવાહી કરાઈ તેની માહિતી માગી હતી.

સૌથી મહત્વની વાત છે કે જે પૂર્વ ડેપ્યુટી મેયર છે વલ્લભ દુધાત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, કોર્પોરેટર મુકેશ રાદડિયા, દલસુખ જાગાણી સહિતના આગેવાનો કે જેઓ લેઉઆ પટેલ સમાજમાંથી પણ આવે છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે અને તેમના પૈકીના એકને ટિકિટ મળે તે માટેનું લોબિંગ શરુ કરવાને લઇને વ્યુહરચના બનાવવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઇને પૂર્વ વિસ્તારનો આંતરિક જુથવાદ સામે આવ્યો છે. આ અંગે ભાજપ પ્રદેશ કાર્યાલય કયા પ્રકારનો નિર્ણય લે છે અને કયા પ્રકારની ચર્ચા કરે છે તે જોવાનું મહત્વનું રહેશે.

 

Published On - 10:03 am, Mon, 17 October 22

Next Video