Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો મળતો હોવાનો NSUIનો આક્ષેપ, પદયાત્રા યોજી યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ

|

Mar 08, 2022 | 7:39 AM

અમદાવાદમાં NSUI દ્વારા નશામુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ NSUIએ ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો મળતો હોવાના આક્ષેપ સાથે પદયાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો.

અમદાવાદ (Ahmedabad) માં કોંગ્રેસની યુવા પાંખ NSUI દ્વારા નશામુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત NSUI કાર્યકરોએ પદયાત્રા યોજી હતી અને ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો (alcohol and Drugs) મળતો હોવાના આક્ષેપ (NSUI alleges ) પણ કર્યો હતો.

અમદાવાદમાં NSUI દ્વારા નશામુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ NSUIએ ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો મળતો હોવાના આક્ષેપ સાથે પદયાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત યુનિવર્સિટીની નજીક ગુલબાઈ ટેકરા પાસે ખુલ્લેઆમ દારૂ, ચરસ અને ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પર પણ ખરાબ પડી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો કરતી સરકાર આ અંગે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરે તેવી માગ પણ કરાઈ હતી. NSUIના વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં ડ્રગ પેડલરો અને બુટલેગરો પર પોલીસ તવાઇ નહીં બોલાવે તો તેઓ સ્ટિંગ ઓપરેશન કરશે અને રસ્તા પર પણ ઉતરશે.

NSUIના વિદ્યાર્થીઓએ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ માગણી કરી છે કે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા, પરંતુ આજે ગુજરાત અને ખાસ કરીને યુનિવર્સીટીની આસપાસ અને કેમ્પસમાં પણ ગાંજો, ચરસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ અંગે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગે તપાસ કરીને યોગ્ય પગલા ભરવા જોઇએ.

આ પણ વાંચો-

Ahmedabad: AMCનાં અણઘડ આયોજનનો વધુ એક કિસ્સો, કોન્ટ્રાક્ટરને કરોડોની વધારે ચુકવણીની મંજુરી

આ પણ વાંચો-

આ વર્ષે ઊનાળામાં અમદાવાદમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, વોટર કમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવાયા

Published On - 7:36 am, Tue, 8 March 22

Next Video