Ahmedabad માં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો

|

Sep 29, 2022 | 5:21 PM

અમદાવાદની(Ahmedabad)  હોસ્પિટલોમાં ડેન્ગ્યુ,(Dengue)  ચીકનગુનિયા, મેલેરિયા સહિતના રોગના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં એકલા સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ નોંધાયા છે જે કુલ કેસોના લગભગ 62 ટકા  જેટલા છે.

અમદાવાદની(Ahmedabad)  હોસ્પિટલોમાં ડેન્ગ્યુ,(Dengue)  ચીકનગુનિયા, મેલેરિયા સહિતના રોગના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં એકલા સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ નોંધાયા છે જે કુલ કેસોના લગભગ 62 ટકા  જેટલા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1,070 કેસ નોંધાયા છે જેમાંથી 565 કેસ શહેરનાપશ્ચિમ વિસ્તારોમાં નોંધાયા છે.આ આંકડાઓ માત્ર સોલા સિવિલના છે પણ એમાં પણ તમામ રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. નવરાત્રી પૂરજોશમાં છે, વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે એવામાં મચ્છરજન્ય રોગ વધી રહ્યો છે.

સપ્ટેમ્બરમાં રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ બાળકો છે કેમકે આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં બાળકોમાં ડેન્ગ્યુના 294 કેસ નોંધાયા હતા. આ બાળકો 0 થી 14 વર્ષની વય જૂથમાં છે. જાન્યુઆરીથી, ડેન્ગ્યુના કુલ કેસોમાં, બાળકોની સંખ્યા 27.5 ટકા  છે. અને પાછલા અઠવાડિયામાં બાળકોમાં 1.5 ટકા  કેસ જોવા મળ્યા છે, જે ચિંતાજનક કહી શકાય.આ ઉપરાંત ડેન્ગ્યુના 775 દર્દીઓ છે જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે.

શહેરભરની ખાનગી અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કેસ વધી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના આંકડાઓ પર નજર કરીએ જ્યાં સુધી અન્ય રોગોની વાત છે તો સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં અમદાવાદમાં મેલેરિયાના 173 કેસ, ફાલ્સીપેરમના 14 કેસ અને ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા છે.

(With Input, Jignesh Patel , Ahmedabad) 

Published On - 5:19 pm, Thu, 29 September 22

Next Video