Bhavnagar Video : અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

|

Mar 19, 2024 | 3:31 PM

ભાવનગરના અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ જાહેર થતા વિરોધ પ્રદર્શન કર્યુ છે. અલંગના 17 ગામોમાં ટીપી સ્કીમ રદ નહીં થાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજ્ય સરકાર સમાયઅંતરે ટીપી સ્કીમની જાહેરાત કરતા હોય છે. ત્યારે ભાવનગરના અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ જાહેર થતા વિરોધ પ્રદર્શન કર્યુ છે. અલંગના 17 ગામોમાં ટીપી સ્કીમ રદ નહીં થાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અલંગના મણાર ગામ ખાતે આયોજિત ખેડૂતોના મહાસંમેલનમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2018માં વિકાસ સત્તા મંડળે ટીપી સ્કીમનો નિર્ણય લીધો હતો.લાંબા સમયથી ચાલતો ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.

બીજી તરફ આ અગાઉ પણ ટીપી સ્કીમ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ઝાંઝરડા રોડ પર ખેડૂતોએ જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો. આ ટીપી સ્કીમનો 500થી વધુ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ અને ખેડૂતો આમને સામને થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video