અમદાવાદની હવામાં ઝેર! પ્રદૂષણમાં મુંબઈ, દિલ્હીને અમદાવાદે છોડ્યું પાછળ, એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 પર પહોંચ્યો

|

Apr 03, 2022 | 12:33 PM

એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. આ આંક 100ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જ્યારે 50ની નીચે રહે તો તે ઉત્તમ ગણાય.

ગુજરાત (Gujarat) રાજ્યના શહેરોમાં દિવસેને દિવસે પ્રદૂષણ (Pollution)નું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના મોટા શહેરોમાંના ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) શહેર પ્રદૂષણમાં પ્રથમ આવે છે. અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 311એ પહોંચી ગયો છે. અમદાવાદમાં વધી રહેલા વાહનોની સંખ્યા અને ફેક્ટરીઓના ફાટી નીકળેલા રાફડાને કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાં ઉડતી ધૂળ અને ધૂમાડાના કારણે હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે.

અમદાવાદની હવા ઝેરીલી બની ગઈ છે. પ્રદૂષણમાં મુંબઈ અને દિલ્લીને પણ અમદાવાદે પાછળ છોડી દીધું છે. અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ હવે 311 પર પહોંચી ગયો છે. અમદાવાદની સરખામણીએ દિલ્લીમાં 204 અને મુંબઈમાં 297 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પૂર્વ વિસ્તારમાં આવેલા કેમિકલ ઉદ્યોગોનો કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

હાલમાં, પૂર્વ વિસ્તારની સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ પ્રદૂષણ વધુ જોવા મળી રહ્યું છે. અમદાવાદનો સરેરાશ ઈન્ડેક્સ 311 નોંધાયો છે. જે ખૂબ વધુ કહી શકાય. અમદાવાદના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો પીરાણામાં AQI 275, નવરંગપુરામાં 307, રાયખડમાં 320, ચાંદખેડામાં 181, બોપલમાં 313, સેટેલાઈટમાં 202, એરપોર્ટમાં 287 અને લેકવાડમાં 345 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો.

એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. આ આંક 100ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જ્યારે 50ની નીચે રહે તો તે ઉત્તમ ગણાય. એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટ પ્રમાણે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ હાલમાં 311 પર પહોંચી ગયો છે. એટલે કે અમદાવાદની હવા ઝેરી બનતી જઇ રહી છે.

આ પણ વાંચો-

Kutch: અનેક સંઘર્ષો પાર કરીને આગળ વધે અને દેશ માટે કેટલાય કાર્યો કરે તે જ મહાન માણસ બની શકે

આ પણ વાંચો-

Porbandar: માછીમારોના 100 પરિવારોની ઇચ્છા મૃત્યુની માગ, જાણો શું છે કારણ

Next Video