Breaking News : ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયાનો મોટો છબરડો, 15 મુસાફરોને લીધા વગર જ ફ્લાઈટ જતી રહી, જુઓ Video
એર ઈન્ડિયા છેલ્લા 1 મહિનાથી સતત ચર્ચામાં છે. ત્યારે તેની ફ્લાઈટમાં ઘણીવાર ખામી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ પણ કેટલી વખત ફ્લાઈટમાં ખામી આવતા તાત્કાલીક લેન્ડીંગ કરવાની ઘટના પણ સામે આવી છે.
એર ઈન્ડિયા છેલ્લા 1 મહિનાથી સતત ચર્ચામાં છે. ત્યારે તેની ફ્લાઈટમાં ઘણીવાર ખામી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ પણ કેટલી વખત ફ્લાઈટમાં ખામી આવતા તાત્કાલીક લેન્ડીંગ કરવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયાનો મોટો છબરડો સામે આવ્યો છે. 15 મુસાફરો મૂકીને ફ્લાઈટ ભુજથી મુંબઈ જતી રહી હોવાનું સામે આવ્યું છે. 180 સીટરને બદલે 155 સીટર ફ્લાઈટ આવતા 15 મુસાફરો રહી ગયા હતા.
એર ઈન્ડિયાની ભૂલને કારણે 15 મુસાફરો મુસાફરી કરી શક્યા ન હતા. એડવાન્સ બુકિંગ ક્યા છતા ફ્લાઈટમાં સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે. ફ્લાઈટમાં સીટ ન હોવાથી 15 મુસાફરો બેસી શક્યા નહી. વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા મુસાફરો અટવાયા છે. એર ઈન્ડિયાના કર્મી અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે.
તો આ તરફ એર ઈન્ડિયાના કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મુસાફરોએ રોષ ઠાલવતા રિફન્ડની માગ કરી હતી. પરંતુ એર ઈન્ડિયાની વેબસાઈટ પરથી મુસાફરોએ બુકિંગ કરાઈ છે કે અન્ય વેબસાઈટથી તે એક મોટો સવાલ છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
