બહારથી આવતા મુસાફરોની તપાસમાં ઢીલાશ? ઓમિક્રોનને લઈને AHNA એ CM ને લખ્યો આ ચિંતાજનક પત્ર

|

Dec 24, 2021 | 7:43 AM

આહનાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સૂચન કર્યું છે કે, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા જોઈએ. તેમજ મુસાફરોની તપાસમાં ઢીલાસના આરોપ લગાવ્યા છે.

Omicron In Gujarat: ઓમિક્રોનને (Omicron) અટકાવવા અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમે (Ahmedabad Hospital and nursing home association) મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આહનાએ (AHNA) પત્ર લખીને મુસાફરોની તપાસમાં ઢીલાશ રાખવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. આહનાનો આરોપ છે કે, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને અન્ય માર્ગેથી આવતા મુસાફરની તપાસમાં ઢીલાશ રાખવામાં આવી રહી છે.

આહનાએ આ સાથે જ સૂચન કર્યું છે કે, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા જોઈએ. તો વેક્સિન સર્ટિફિકેટને એર અને રેલવે બુકિંગ સાથે જોડવાની પણ આહનાએ માગણી કરી છે. ઉપરાંત તેમણે લોક જાગૃતિ અભિયાન ફરીથી શરૂ કરવા પણ રજૂઆત કરી છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક સદી વટાવી ગયો છે. જેમાં રાજયમાં 23 ડિસેમ્બરના રોજ નવા 111 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. સુરતમાં 17, રાજકોટમાં 11 વડોદરા 10, કચ્છ 05, વલસાડ 05, ખેડા 04, નવસારી 04, આણંદ 03, રાજકોટ 03, મહીસાગર 02, ભાવનગર 01, સાબરકાંઠા 01, સુરત જિલ્લામાં 01, વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો હતો.

 

આ પણ વાંચો: Uttar Pradesh: કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ

આ પણ વાંચો: Dahod: જોબટથી રાજકોટ જતી ખાનગી બસ પલટી, કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા

Next Video