અમદાવાદીઓ (Ahmedabad)એ ઉત્તરાયણની સાથે વાસી ઉત્તરાયણની પણ ઉત્સાહપૂર્વક ઉજવણી (Celebration) કરી. આ વર્ષે સારો પવન રહેતા પતંગ રસીકોને પતંગ (Kite)ઉડાવવાની મજા આવી. અમદાવાદના ધાબાઓ પર પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં કોરોનાકાળની વચ્ચે પણ લોકો ઉત્તરાયણનો પર્વ માણતા જોવા મળ્યા. કોરોનાના માસ્ક સહિતના નિયમો સાથે અમદાવાદીઓએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ અંગેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેના પાલન સાથે અમદાવાદીઓએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. અમદાવાદીઓએ પરિવાર સાથે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો પર્વ મનાવ્યો.
અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોએ પતંગની સાથે આતશબાજી પણ કરી હતી. આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પૂર્વ વિસ્તારમાં ખાડિયા, રાયપુર દરવાજા સહિતની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તો સાબરમતી રિવરફ્રન્ટ પર પણ આતશબાજીનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં પોલીસના જાહેરનામાનું તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવા પોલીસે ડ્રોનથી તપાસ હાથ ધરી હતી. ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે કે નહીં તેમજ કોવિડ ગાઈડલાઈન મુજબ લોકો ઉત્તરાયણ પર્વ ઉજવી રહ્યા છે કે નહીં તેના પર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી. તો સીસીટીવીથી પણ પોલીસે તપાસ ચાલુ રાખી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ