Breaking News : અમદાવાદીઓને મોટી રાહત! 9 નવેમ્બરથી ખુલશે SG હાઈવેનો 6 લેન ઓવરબ્રિજ, જુઓ Video
અમદાવાદના SG હાઈવે પર રૂ. 500 કરોડના ખર્ચે બનેલો 4 કિલોમીટર લાંબો, 6 લેનનો એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે ખુલ્લો મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું લોકાર્પણ કરશે.
અમદાવાદના વાહનચાલકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાં રાહત આપવા માટે તૈયાર કરાયેલો નવો એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે ખુલ્લો મુકાશે. આશરે ₹500 કરોડના ખર્ચે બનેલો આ 4 કિલોમીટર લાંબો અને 6 લેનનો ઓવરબ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
ઇસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીનો આ મહત્વપૂર્ણ બ્રિજ અમદાવાદના ટ્રાફિક માટે એક મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. આશરે પાછલા ત્રણ વર્ષથી આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે. આ બ્રિજના કારણે પ્રહલાદનગર અને કર્ણાવતી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા લાખો લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે.
આ પ્રોજેક્ટથી દરરોજ અંદાજે 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકોને ઝડપી અને સુગમ મુસાફરીનો વિકલ્પ મળશે, જેનાથી તેમના સમયની પણ બચત થશે. આ બ્રિજ શહેરના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે.
દિવાળી પહેલા અમૂલ ઘીના ભાવમાં ભડકો, જાણો નવા ભાવ
