અમદાવાદમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને અપાઈ રજા: દર્દીએ ઓમિક્રોનની અસર અને વેક્સિનને લઈને કહી આ મોટી વાત

| Edited By: | Updated on: Dec 27, 2021 | 1:48 PM

આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી આવ્યા હતા. અહીં અમદાવાદ એરપોર્ટ પર જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેઓ આજે સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે.

Ahmedabad: ઓમિક્રોનને (Omicron) લઈને અમદાવાદથી (Ahmedabad) રાહતના સમાચાર આવ્યા છે. ઓમિક્રોનના જોખમને લઈને હાલ અલગ અલગ ધારણાઓ બાંધવામાં આવી રહી છે. ત્યારે ઓમિક્રોનના સંકટ વચ્ચે રાહતના સમાચાર એ છે કે અમદાવાદમાં નોંધાયેલા પ્રથમ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ દર્દીના બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ દર્દીને રજા અપાઇ છે.

જણાવી દઈએ કે 19 ડિસેમ્બરે આ વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી આવ્યા હતા ત્યારે તેમને કોરોના હોવાનું માલુમ પડ્યું હતું. તેઓનો અહીં અમદાવાદ એરપોર્ટ પર જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્વસ્થ થયેલા પ્રફુલ શાસ્ત્રીએ કહ્યું કે ઓમિક્રોનથી કોઈએ ડરવાની જરૂર નથી. તો સાથે જ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિનને લઈને પ્રફુલ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે વેક્સિન લીધી છે એણે ચિંતા કરવાની જરૂર નથી. અને જેણે વેક્સિન લીધી નથી તેમને જલ્દી જ વેક્સિન લેવા તાકીદ પ્રફુલ શાસ્ત્રીએ કરી છે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની ચાલતી હતી સારવાર. પ્રફુલ શાસ્ત્રીને રજા મળતા પુષ્પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે દર્દીનો ઉત્સાહ વધારાયો હતો.

 

આ પણ વાંચો: સુરતમાં દૂધ ચોરીનો વિડીયો આવ્યો સામે, ખાલી કેરેટ મૂકી દુકાન આગળથી ભરેલા કેરેટ ઉઠાવતા તસ્કરો સક્રિય

આ પણ વાંચો: Omicron variant : ઓમિક્રોનના કેસ વધતાં ઈઝરાયલ એલર્ટ મોડમાં, લોકોને રસીનો ચોથો ડોઝ આપવામાં માટેની ટ્રાયલ શરૂ